પોરબંદરના લોકમેળામાં ચકડોળ ધારકોને મંજૂરી ન મળતા મેળો શરૂ થયા સાથે જ વિવાદમાં આવ્યો હતો અને લોકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. ચકડોળ વગરનો મેળો ફિકો લાગી રહ્યો છે, પરંતુ મેળામાં અમુક ચકડોળને પરવાનગી મળતા બેથી ત્રણ ચકડોળ ચાલુ કરાયા હતા. જ્યારે ચીફ ઓફિસર આર. જે. હુદડે જણાવ્યું હતું કે, પોરબંદરમાં બનેલા રિવરફ્રન્ટમાં કાયમી ચકડોળ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.
પોરબંદરના લોકમેળામાં એક દિવસનો વધારો, રિવરફ્રન્ટમાં રહેશે કાયમી ધોરણે ચકડોળ
પોરબંદરઃ શ્રાવણ માસમાં પોરબંદની ચોપાટીમાં દર વર્ષે 6 દિવસનો લોકમેળો યોજાય છે. આ વર્ષે વરસાદ ઓછો હોવાથી 23 ઓગષ્ટથી 26 ઓગષ્ટ તેમ 4 દિવસ મેળાનું આયોજન કરાયું હતું. પરંતુ વેપારીઓ અને લોકોની લાગણીને માન આપી મેળામાં વહિવટી તંત્ર દ્વારા 27 ઓગષ્ટના એક દિવસનો વધારો કરાયો છે.
porbandar folk fair
સાથે જ આ મેળામાં દરરોજ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. સોમવારે લોકમેળામાં ભાવપરા અને કોટડા ગામની મહેર રાસ મંડળીએ રાસની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ લોકડાયરો યોજાયો હતો. જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકોએ મોજ માણી હતી.