પોરબંદર: પોરબંદરથી જામનગર ખાતે કુલ 12 સ્વેબના રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા જેમાં એક રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફરી ભય ફેલાયો છે .
ગ્રીન ઝોન જાહેર કરાયેલા પોરબંદરમાં આવ્યો એક કોરોના પોઝીટીવ કેસ - પોરબંદર કોરોના
હાલ પોરબંદરને ગ્રીન ઝોન જાહેર કરેલું છે. ત્યારે આજે બુધવારે પોરબંદરમાં એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે.
પોરબંદરમાં મુંબઈથી 8 મે ના રોજ પોરબંદર આવેલા રાજીવ નગરના 50 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે .
આ આધેડ રાજીવનગરમાં રહેતા હોવાનું અને હોમ કોરોન્ટાઇન હોય, ગઈ કાલે તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોરબંદરમાં હવે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોરબંદરમાં અગાઉ 30 માર્ચના રોજ પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો હતો અને ત્યાર બાદ બે દિવસ પછી બે પોઝિટિવ કેસ નોંધાયા હતા આથી કુલ 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા અને તેઓને સારવાર મળતા ગ્રીન ઝોન જાહેર કરાયુ હતું.
તારીખ 8 ના રોજ મુંબઇથી આવેલા અને હોમ ક્વોરેન્ટાઇનમાં રખાયેલા 50 વર્ષના આધેડ ગોપાલભાઈ કનૈયાલાલ પાંજરીને તાવ અને ડાયેરિયાની તકલીફ થતા ગઈકાલે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે તેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી ગ્રીન ઝોનમાં રહેલા પોરબંદરમાં હવે તંત્ર શું નિર્ણય લે તે જોવાનું રહ્યું ! તેની સાથે કોણ આવ્યું તે અંગે પણ વીગતો મેળવાઈ રહી છે.