પોરબંદર: જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 211 પર પહોંચી છે. જેમાં તાલુકામાં કુલ અત્યાર સુધીમાં 138 કેસ નોંધાયા છે. જેમાંથી 69 કેસ એક્ટિવ છે. જ્યારે છાયામાં 10 કેસ સામે આવ્યા છે અને જેમાંથી સાત કેસ એક્ટિવ છે. આ ઉપરાંત, રાણાવાવ તાલુકામાં 11 કેસ સામે આવ્યા છે અને આઠ કેસ એક્ટિવ છે. જ્યારે કુતિયાણા તાલુકામાં અત્યાર સુધીમાં 7 કેસ સામે આવ્યા છે અને 2 કેસ એક્ટિવ છે.
પોરબંદરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, 1 દર્દીનું મોત - Porbandar health department
પોરબંદરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ અચાનક છેલ્લા ચાર દિવસથી પોઝિટિવ રિપોર્ટની સંખ્યામાં ઘટાડો થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તંત્ર દ્વારા આપવામાં આવતા આંકડા મુજબ આજે એક દર્દીને પોઝિટિવ આવતા તેનું મૃત્યુ થયું હતું. પોરબંદરના જલારામ કોલોનીમાં 202 નંબરના ફ્લેટમાં રહેતા હેમંતભાઈ કોટેચાનું કોરોના પોઝિટિવના કારણે અને ગંભીર બીમારીના કારણે મૃત્યુ નીપજયું હતું.
આ ઉપરાંત અન્ય જિલ્લા અને રાજ્યમાંથી પોરબંદરમાં પોઝિટિવ આવેલ દર્દીઓમાં કુલ 45માંથી 13 દર્દીઓ એક્ટિવ છે. જેમાં ભાવસિંહજી કોવિડ હોસ્પિટલમાં 19 દર્દીઓ છે. અન્ય જિલ્લાની હોસ્પિટલમાં 9 અને હોમ આઇસોલેશનમાં 71 લોકો કોરોના એકટિવ કેસ છે.
નિવાસી અધિક કલેક્ટર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ એક દિવસમાં જાહેરમાં માસ્ક ન પહેરવા તથા થૂંકવાના મામલે આજે 30 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં પોલીસ વિભાગ દ્વારા 11,505 અને નગરપાલિકા દ્વારા 1,331 કેસ સામે આવ્યા છે.
આ કેસમાં પોલીસ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 24,53,100 રૂપિયા વસૂલ કરાયા છે. જ્યારે નગરપાલિકા દ્વારા 3,16,800 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આમ કુલ મળી 2,769,900 રૂપિયાના દંડની વસુલાત અત્યાર સુધીમાં કરાઈ છે.
ડિસ્ટ્રિક્ટ કોરોન્ટાઈન સેન્ટરમાં અત્યાર સુધી 5839 વ્યક્તિઓ હતા. જેમાંથી 5896 કોરોન્ટાઈન પૂર્ણ થતાં મુક્ત કરાયા છે. હાલ 33 લોકો સરકારી ડિસ્ટ્રીક્ટ કોરોન્ટાઇન સેન્ટરમાં છે.
આ ઉપરાંત હોમકોરોન્ટાઇનમાં અત્યાર સુધીમાં 16,943 લોકો હતા. જેમાંથી 15,384નું હોમ કોરોન્ટાઇન પૂર્ણ થતાં હવે 1,559 લોકો હોમ કોરોન્ટાઇનમાં છે. અત્યાર સુધીમાં કન્ટેન્મેન્ટ ઝોન કુલ 97 છે જેમાં ઘરોની સંખ્યા 649 છે અને વ્યક્તિઓની સંખ્યા 1351 છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે નો ત્રીજા રાઉન્ડમાં 1,17,604 લોકો નો સર્વે કરાયો છે અને કુલ 2,99,660 લોકોનું એન્ટ્રી પોઇન્ટ પર સ્ક્રીનીંગ કરાયું છે.