પોરબંદરઃ જિલ્લામાં પ્રોહીબીશન એક્ટ હેઠળ 50થી વધુ ગુના આચરેલા આરોપીને પાસા હેઠળ અટકાયત કરીમ ખાતે મોકલાયો હતો. પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની સુચના અનુસાર પ્રોહીબીશન ગુનામા સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.
પોરબંદર જિલ્લામાં પ્રોહીબીશન એક્ટ હેઠળના આરોપીને સુરત જેલમાં મોકલાયો - Detention under aspect
પોરબંદર જિલ્લાના એક આરેપીએ 50થી વધુ ગુના આચરેલા છે. જેની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલાયો હતો.
જે અનુસંધાને રાણાવાવ પોલિસ કન્સ્ટેબલ.ગુ.ર.નં.પાર્ટ-સી 647/20 પ્રોહીબીશન એકટ કલમ 66(1)B, 65E, 81 મુજબના ગુનના કામનો આરોપી ચના જીવાભાઇ ગુરગુટીયાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ આરોપી વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.એસ.ઝાલા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદી દ્વારા આ બુટલેગર્સને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PI એમ.એન.દવે દ્વારા પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ કરેલી છે.
કામગીરી કરનારા આધિકારી/કર્મચારીમાં પોરબંદર એલ.સી.બી. PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી તથા ASI રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ તથા HC મહેશભાઇ શિયાળ રોકાયેલા હતા.