ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો - વિદેશી દારૂ

પોરબંદર: પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓના સંયુક્ત ઓપરેશનમાં ઓડદર ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં વિદેશી દારુ સાથે એકને ઝડપી પાડ્યો છે. 48,01,500ના મુદ્દામાલ સાથે એક ઈસમ મળી આવેલ તથા 8 ઈસમો ન મળતા તમામ વિરુધ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

PBR

By

Published : Sep 16, 2019, 5:59 AM IST

પોરબંદરના ઓડદર ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં રેઇડ કરતા વિદેશી દારુની બોટલો નંગ-૬૩૩૨ કિં.રૂ. ૧૯,૨૬,૦૦૦/-તથા એક ટ્રક તથા બે કાર તથા ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂ.48,01,500/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ મળી આવેલ અને આઠ ઈસમો હાજર મળી આવેલ ન હોય તમામ ઈસમો વિરૂદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

પોરબંદરની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

આ રેઈડમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ બી.એસ.ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઈ એ.એ.આરબ તથા હેડ કોન્સ ભરતભાઈ વાઘેલા તથા પો.કોન્સ.લાખાભાઈ સુવા તથા કરશનભાઈ ઓડેદરા તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ.આર.પી.જાદવ તથા હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયાતરએ મળી આ ઓપરેશન હાથ ધર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details