ગુજરાત

gujarat

ETV Bharat / state

જન્માષ્ટમી નિમિત્તે પોરબંદરના ડો. સુરેખા શાહનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર - Janmashtami festival

આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે પોરબંદરના ડો. સુરેખા શાહે જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

ભગવાન શ્રીકૃષ્ણને પત્ર
ભગવાન શ્રીકૃષ્ણને પત્ર

By

Published : Aug 30, 2021, 6:03 AM IST

'પ્રિય શ્રીકૃષ્ણ'

પ્રભુ આપ ભગવાનથી પણ વિશેષ છો, આપ માતા છો, પિતા છો, બંધુ ચ સખા છો, પ્રભુ તમે જ વિદ્યા છો, તમે જ એશ્વર્ય છો. પ્રભુ આપના જન્મદિવસની આપને ખુબ ખુબ વધાઈ. આપને આ પ્રસંગે આપનું વચન યાદ દેવડાવવાની ઈચ્છા થાય છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભી ઉત્થાન ધર્મસ્ય તદા ત્મનમ. સરુજમ્યાહ્ય દુષ્ટના નાશ કરવા માટે આપે જન્મ લેવાનું વચન આપેલું છે, તો પ્રભુ હવે પધારો. અત્યારે કોરોના નામના રાક્ષસનો આતંક ચારે તરફ ફેલાયેલો છે અને પૃથ્વી ત્રાહિમામ પોકારી ગઈ છે. વૈજ્ઞાનિકો, ડોક્ટરો સહિત દરેક વ્યક્તિ અને દરેક સરકાર તેની સામે લાચાર છે. કરોડો માણસોનો આ રાક્ષસે સંહાર કરેલો છે અને હજી ચાલુ છે. માની લઈએ કે, આ અમારા કર્મોનું ફળ છે, પ્રકૃતિના નિયમોનું આડેધડ ઉલ્લંઘન કરીને અમે આ દૈત્યને આમંત્રણ આપ્યું છે, પણ પ્રભુ આપ તો દયાના સાગર છો, અમારી ભૂલોને ક્ષમા કરો અને હે કરુણાનિધિ અમને એવી રોગપ્રતિકારક શક્તિ આપો કે ત્રીજી લહેર આવે જ નહીં અને આવે તો તેને સંહાર કરવાની શક્તિ નાશ પામી ગઈ હોય. પ્રભુ આ માગવાની અમારી લાયકાત ન પણ હોય તો પણ ભીક્ષા તરીકે આ વરદાન આપી દે. આપના જન્મ વખતે નંદબાબા એ તો હીરા ઝવેરાતની વહેંચણી કરી, પ્રભુ અમારે ધન નથી જોઈતું, પરંતુ સ્વાસ્થ્ય અને શાંતિ જોઈએ છે. હે કરુણાનિધિ આપના જન્મદિવસે મૂકેલી આ યાચનાનો સ્વીકાર કરશો.

લિખિતંગ,

આપની સેવિકા સુરેખા શાહ

ABOUT THE AUTHOR

...view details