- પોરબંદરમાં કોરોના સંક્રમણ વધે તેવી શકયતા
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું લોકો ચૂક્યા
- ટ્રાફિક પોલીસે મુખ્ય માર્ગો પર બેરિકેટ લગાવ્યાં
પોરબંદરઃ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે બજારમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. પોરબંદરની બજારમાં પણ ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. જેથી ટ્રાફિક વિભાગ દ્વારા બજારના મુખ્ય માર્ગો પર બેરિકેટ લગાવવામાં આવ્યાં હતા.
તહેવારોના દિવસે પોરબંદરની બજારમાં લોકોની ભીડ વધી બજારોમાં લોકોનો ઘસારો જોવા મળ્યો
પોરબંદરના મોટાભાગાાના લોકો તહેવારના સમયમાં ડ્રીમલેન્ડ સિનેમા પાસેથી માણેકચોક સુધી તથા કેદારેશ્વર મંદિરથી બાલા હનુમાન મંદિર સુધી ખરીદી કરવા ઉમટતા હોય છે. આ વર્ષે કોરોના વાઇરસનો ભય હોવાથી પોલીસ દ્વારા સતત માસ્ક અંગે લોકોને જાગૃત કરવામાં આવતા હતા, પરંતુ મોટા પ્રમાણમાં લોકો વિવિધ દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળતા હતા. જો કે, પોલીસ દ્વારા સતત લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે ટકોરવામાં આવતા હતા, તો ઘણા લોકો તથા દુકાનદારો વિરુદ્ધ કડક પગલાં પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યાં હતા.