પોરબંદર:નૈરોબીથી પોરબંદરમાં આવેલ 65 વર્ષના વૃદ્ધનો ઓમીક્રોન રીપોર્ટ પોઝિટિવ (Corona's new variant Omicron)આવ્યો છે. હોસ્પિટલમાં (Omicron In Porbandar) હોવાના બદલે દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવતા અનેક તર્ક વિતર્ક (Omicron first case reported in Porbandar) સર્જાયા છે. દર્દીને હોમ આઇસોલેશન કરતા અનેક લોકો સંપર્કમાં આવવાની શક્યતાઓમાં વધારો થયો છે, આથી તંત્રની બેદરકારી પણ સામે આવી છે.
નૈરોબીથી આવ્યા બાદ ખાનગી લેબમાં કોરોના રિપોર્ટ કરાવ્યો
7/12/2021ના નૈરોબીથી (Case of Porbandar Corona) પોરબંદર આવેલ 65 વર્ષના વૃદ્ધ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહ્યાં હતા, ત્યારબાદ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાબતની જાણ થતાં 16/12/2021ના રોજ તેનો કોરોના રિપોર્ટ ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં (Porbandar Government Hospital) કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા ઓમીક્રોન રિપોર્ટ માટે તેના જીનોમ સિક્વન્સ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા, પરંતુ આર એમ ઓ વિપુલ મોઢા ના જણાવ્યા અનુસાર, દર્દીની 23/24 બે દિવસ સારવાર બાદ કોરોના રિપોર્ટ ફરીથી કરવામાં આવતા નેગેટિવ આવ્યો હતો, અને જેથી તેને હોમ આઇસોલેશન માટે ઘરે રજા આપી હતી.
જીનોમ સિક્વન્સ બાદ એમીક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો