પોરબંદર : NSUIના આગેવાન કિશન રાઠોડ અને તેની ટીમે આજે પોરબંદરમાં આવેલ સ્વામિનારાયણ નર્સીગ હોસ્ટેલમા હલ્લા બોલ કર્યો હતો. મીડિયાને જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ નર્સીગ હોસ્ટેલમાં ગૃહમાતા અને એક અજાણ્યા શખ્સ વચ્ચેની વાતચીતની ઓડિયો કલીપ સામે આવી છે. જેમાં શખ્સ દ્વારા ગૃહમાતાને ફરિયાદો કરવામાં આવતી હોય છે કે, તે વિડિયોકોલ મારફતે હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને અન્ય લોકોને બતાવતા હોય છે. બન્ને વચ્ચે વાતચીતમાં ગૃહમાતા અપશબ્દો બોલતા હોવાના આક્ષેપ કર્યા છે.
Porbandar Swaminarayan Nursing Hostel : પોરબંદર સ્વામિનારાયણ નર્સિંગ હોસ્ટેલમાં વિવાદિત ઓડિયોકલીપ સામે આવતા NSUIએ કર્યો વિરોધ - પોરબંદર સ્વામિનારાયણ નર્સિંગ હોસ્ટેલ
પોરબંદરમાં આવેલ સ્વામિનારાયણ નર્સિંગ કોલેજની હોસ્ટેલના ગૃહ માતાની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સ સાથે તેઓ અપશબ્દ બોલતા હોય તેવું જણાઈ રહ્યું છે. આ બાબતને લઈ વિરોધ કર્યો હતો. સ્વામિનારાયણ હોસ્ટેલની બહાર સૂત્રોચાર કર્યા હતા અને સ્વામિનારાયણ નર્સિંગ કોલેજની માન્યતા રદ કરવા તથા ગૃહ માતાને સસપેન્ડ કરવાની માંગણી પણ કરી હતી. પરંતુ એનએસયુઆઈ એ સ્વામિનારાયણ સંસ્થાના સંચાલકોને રૂબરૂ મળ્યાં વગર ગેટ પર જ લેટર મૂકી ચાલ્યા ગયા હતા.
Published : Oct 29, 2023, 8:34 AM IST
ગૃહમાતા પર લાગ્યા આરોપ : મીડિયા દ્વારા આ સમગ્ર બાબતે સ્વામિનારાયણ નર્સિંગ હોસ્ટેલના સંચાલક ભાનુપ્રકાશ સ્વામીને પૂછતા તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આ તમામ આક્ષેપો ખોટા છે અને ઉપજાવી કાઢેલ છે અને મનગઢત વાત છે. ફોન કરનાર શખ્સ બેથી ત્રણ વાર ફોન કરી ગૃહમાતાને ઉશ્કેરવામાં આવ્યા છે અને ઓડિયો ક્લિપ મેડમની છે તેમ સ્વીકાર્યું હતું. આ ઉપરાંત ધીરજ રાખવા અને શાંતિ રાખવા પણ જણાવ્યું હતું અને અમને લાગશે તો મેનેજમેન્ટ ગંભીરતાથી લીગલી કાયદાકીય પગલાં પણ ભરવામાં આવશે અને કાયદાકીય રીતે વાસ્તવિકતા બહાર આવી જોઈએ અને સંસ્થાની પ્રગતિ જોઈ ન શકતા હોય તેમ સંસ્થાને બદનામ કરવાનો ઇરાદો હોય તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે. આ સમગ્ર બાબત ક્રિએટિવ મેટર હોય તેવું લાગી રહ્યું છે, તેમ સ્વામિનારાયણ નર્સિંગ હોસ્ટેલના સંચાલક ભાનુપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું.
TAGGED:
NSUI