પોરબંદરઃ કોરોનાની મહામારીમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ સ્કૂલોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આવામાં અનેક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી બાળકોના ભણતરની અને અન્ય ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેનો 5 દિવસ અગાઉ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
ફી બાબતે વાલીઓને જાગૃત કરવા NSUIએ ઝુંબેશ શરૂ કરી
પોરબંદર NSUIએ વાલીઓને જાગૃત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં NSUI પ્રમુખે વાલીઓને જાગૃત થઇને ફી ભરવા અંગેના દબાણમાં તાત્કાલિક શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવા ઉપરાંત સોશિયલ મીડિયામાં સંપર્ક કરવા જણાવ્યું છે.
ફી બાબતે વાલીઓને જાગૃત કરવા NSUIએ ઝુંબેશ શરૂ કરી
5 દિવસ અગાઉ આવેદન પાઠવ્યા છતાં કોઇ નક્કર કાર્યવાહી નહીં થતાં શુક્રવારે NSUIએ ફરી શિક્ષણ અધિકારીને આ બાબતે જાગૃત થવા જણાવ્યું હતું. આ ઉપરાંત NSUI દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદર NSUIના પ્રમુખે વાલીઓને જાગૃત બની નવા સત્રની ફી ભરવા અંગેના દબાણમાં તાત્કાલિક શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવા ઉપરાંત સોશિયલ મીડિયામાં સંપર્ક કરવા જણાવ્યું છે.