ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરઃ તમામ ડિપાર્ટમેન્ટમાં સ્નાતક થયેલા વિધાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ વહેલી તકે આપવા NSUIની માગ

હાલ COVID-19 મહામારીમાંથી હજૂ સુધી બહાર આવ્યા નથી, ત્યારે કૉલેજો ક્યારે શરૂ થશે એ હજૂ નક્કી નથી. જેથી ઘણા વિધાર્થીએ આગળ અભ્યાસ કરવામાટે પ્રવેશ લેવો કે નહીં તે અસમંજસમાં મૂકાયા હતા. આ બાબતે પોરબંદર NSUI દ્વારા યુનિવર્સિટી રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી.

તમામ ડિપાર્ટમેન્ટમાં સ્નાતક થયેલા વિધાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ વહેલી તકે આપવા NSUIની માગ
તમામ ડિપાર્ટમેન્ટમાં સ્નાતક થયેલા વિધાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ વહેલી તકે આપવા NSUIની માગ

By

Published : Nov 12, 2020, 3:20 AM IST

  • નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખી NSUIએ કરી મગ
  • સર્ટિફિકેટ વિના આગળના અભ્યાસમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાયા
  • NSUI દ્વારા યુનિવર્સિટી રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી

પોરબંદરઃ હાલ COVID-19 મહામારીમાંથી હજૂ સુધી બહાર આવ્યા નથી, ત્યારે કૉલેજો ક્યારે શરૂ થશે એ હજૂ નક્કી નથી. જેથી ઘણા વિધાર્થીએ આગળ અભ્યાસ કરવામાટે પ્રવેશ લેવો કે નહીં તે અસમંજસમાં મૂકાયા હતા. આ બાબતે પોરબંદર NSUI દ્વારા યુનિવર્સિટી રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી.

NSIUની રજૂઆત

2 દિવસ ઓનલાઇન પ્રવેશ ફરી શરૂ કરવામાં આવશે

વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તો કૉલેજો શરૂ થશે કે નહીં તે બાબતે હજૂ કોઇ પણ નિર્ણય કરાયો નહોતો. ઓનલાઇન યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઇ હતી, પરંતુ હજૂ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આવતા ઘણા વિધાર્થીઓ BSC Sem-1માં પ્રવેશથી વંચિત રહી ગયા હતા. જેથી વિધાર્થીઓની રજૂઆતને પગલે બુધવારે જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિ જણાવી હતી. જેને ધ્યાને લઇને અધિકારી દ્વારા કહેવાયું હતું કે દિવાળી પછી યુનિવર્સિટી દ્વારા કૉલેજોને પરિપત્ર મોકલશે અને 2 દિવસ માટે ઓનલાઇન પ્રવેશ ફરી શરૂ કરાશે. જેથી જે પણ વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોય, તે પોતાનો પ્રવેશ લઇ શકશે.

વિધાર્થીઓના હિતમાં યુનિવર્સિટીએ નિર્ણયને આવકાર્યો

વિધાર્થીઓની પણ રજૂઆત આવી છે કે, ગત 3 વર્ષથી જેટલા પણ વિધાર્થીઓ જે તે ડિપાર્ટમેન્ટમા સ્નાતક થયેલા છે, તેમના ડિગ્રી સર્ટિફિકેટ તેમને મળ્યા નથી. જેથી વહેલી તકે તમામ વિધાર્થીઓને પહોંચાડાય અને તેમને મળી રહે તેવી વ્યવસ્થા કરાય. જેને લઇને અધિકારી દ્વારા જણાવાયું હતું કે, તહેવારો પછી તાત્કાલિક વ્યવસ્થા કરાશે અને વહેલી તકે વિધાર્થીઓને સર્ટિફિકેટ મળી રહે તે માટે કામગીરી હાશ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details