પોરબંદરમાં અનઅધિકૃત બહુમાળી બાંધકામો કરનારાઓને મનાઇ હુકમની નોટીસ - ગેરકાયદેસર બાંધકામ
પોરબંદર જિલ્લા તેમજ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ દુર થાય તે માટે કલેકટર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
અનઅધિકૃત બહુમાળી બાંધકામો કરનારાઓને મનાઇ હુકમની નોટીસ
પોરબંદરઃ નગરપાલિકા વિસ્તારમાં બે સ્થળોએ નગરપાલિકાની પરવાનગી ન હોય છતાં ખુલ્લા પ્લોટમાં બહુમાળી બિલ્ડીંગ બનાવવા બાંધકામ ચાલુ રાખવામાં આવતા બિલ્ડર સહિતના બન્ને આસામીઓને કલેકરટે અનઅધિકૃત બાંધકામ સામે મનાઇ હુકમ ફરમાવેલ છે. આવું બાંધકામ દુર કરવા જણાવી આવા કેસોમાં રજૂઆત માટે તારિખ 17મી ફેબ્રુઆરીએ પુરાવા રજુ કરવા જણાવાયું છે. જે તે આસામીઓ આ બાબતમાં નિષ્ફળ જશે તો સ્વખર્ચે અનઅધિકૃત બાંધકામ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.