ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ - મતદાન

28 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, રાણાવાવ-કુતિયાણા તાલુકા પંચાયત તથા પોરબંદર-છાંયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. તેમજ મતગણતરી 2 માર્ચના રોજ થશે.

પોરબંદર જિલ્લામાં ચૂંટણી  અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ
પોરબંદર જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ

By

Published : Jan 29, 2021, 1:42 PM IST

  • પોરબંદર જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ
  • સાહિત્ય અને અન્ય સામગ્રી ૫૨ મુદ્રક અને પ્રકાશનના નામ અને પુરા સરનામા જણાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ
  • સુચનાઓના કોઈ પણ ઉલ્લંધનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે

પોરબંદર: ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત પડેલ બેઠકોની પેટા ચૂંટણી ફેબ્રુઆરી-૨૦૨૧નો કાર્યક્રમ 23 જાન્યુઆરીથી જાહેર થયો હતો. તે મુજબ પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, રાણાવાવ-કુતિયાણા તાલુકા પંચાયત તથા પોરબંદર-છાંયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તેમજ મતગણતરી 2 માર્ચના રોજ થશે.

દસ્તાવેજોની ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ–બે માં મળી જાય તે રીતે રજુ કરવાની રહેશે

28 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, રાણાવાવ-કુતિયાણા તાલુકા પંચાયત તથા પોરબંદર-છાંયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો/સંચાલકો/ભાગીદારો તથા ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે નકલો છાપનારાઓ નક્લો કરનારાઓને આથી જાણ કરવામાં આવેલ છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક)ની જોગવાઈ મુજબ ચૂંટણી અંગેના કોઈ સાહિત્ય, ભીતપત્ર, ચોપાનીયા કે અન્ય સામગ્રી ૫૨ મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશનના નામ અને પુરા સરનામા સ્પષ્ટ પણે અવશ્ય છાપેલા હોવા જોઈએ. દસ્તાવેજોની ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ–બે માં મળી જાય તે રીતે રજુ કરવાની રહેશે. તેમજ ઉકત અધિનિયમની કલમ-૧૨૭–(ક) ની જોગવાઈ મુજબનું એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્રકે બે નકલમાં મેળવી તેની એક નકલ ઉપર જણાવેલ વિગતે તેમણે કે તેમના પ્રતિનિધિએ મુદ્રિત કરેલા (છાપેલા) દસ્તાવેજોની ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ–બે માં મળી જાય તે રીતે રજુ કરવાની રહેશે.

સુચનાઓના કોઈ પણ ઉલ્લંઘનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) ની જોગવાઈઓ અને ચુંટણીપંચની આ અંગેની સુચનાઓના કોઈ પણ ઉલ્લંધનને ખુબ ગંભીરતાથી જોવામાં આવશે અને યોગ્ય કેસોમાં રાજયના પ્રવર્તમાન કાયદાની જોગવાઈ અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ/રજિસ્ટ્રેશન રદ કરવાના તથા અન્ય કાનુની રાહે કાર્યવાહી કરવા જેવા કડક પગલાં લેવામાં આવશે. જેની તમામ સંબંધર્તાઓએ નોંધ લેવી તેમ જણાવાયું છે.

છટાદાર ભાષણો અથવા ચિન્હો-નિશાનીઓ વગેરેનો ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધ

છટાદાર ભાષણો આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાથી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા આવા અધિકારીઓના અભિપ્રાયો પ્રમાણે સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરીણામે રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણો અથવા ચાળા વિગેરે કરવાની અને તેવા ચિન્હો નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાના કૃત્યો કરવા પ્રતિબંધ ફરમાવેલ છે.

ABOUT THE AUTHOR

...view details