પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 714 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. સોમવારે કુલ 04 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે.
પોરબંદરમાં પ્રથમ વાર 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહી, 2ના મોત - Corona virus news
રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જો કે, પોરબંદરમાં સોમવારે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જિલ્લામાં પ્રથમ વાર 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં કુલ 474 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.
પોરબંદરમાં પ્રથમ વાર 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહી
જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 69 દર્દીઓના મોત નિપજ્યા છે. પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 26 છે, જેમા 07 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે, તેમજ કોવિડ કેર સેન્ટર ખાતે 01 દર્દી અને અન્ય જિલ્લા રાજ્ય ખાતે 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાથી કરેલા હોમ આઇસોલેશનમાં 04 દર્દી અને સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.