ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, વરસાદની પડવાની સંભાવના - પોરબંદર ન્યૂઝ

પોરબંદરમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જોકે, પોરબંદરના બંદર પર બે નંબરનું સિગ્નલ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.

Porbandar
પોરબંદરમાં નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું

By

Published : Jun 3, 2020, 10:31 AM IST

પોરબંદર: હવામાન વિભાગ દ્વારા મળેલી સૂચના અનુસાર ગુજરાતમાં વાવાઝોડા નિસર્ગનું સંકટ ટળ્યું છે. ત્યારે પોરબંદરમાં પણ આ સંકટ ટળ્યું છે. જોકે, પોરબંદરના બંદર પર બે નંબરનું સિંગ્નલ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં વધુ રહેશે, તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

પોરબંદરમાં આજે બપોરના સમયે હળવો વરસાદ અને પવન રહે તેવી શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details