ગુજરાત

gujarat

પોરબંદરમાં 11 જૂન સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાયો, કલેક્ટર અશોક શર્માએ જાહેરનામું બહાર પાડ્યું

પોરબંદરમાં કોરોના સંક્રમણને ધ્યાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્માએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને 11 જૂન સુધી રાત્રી કરફ્યૂ લંબાવ્યો છે. જેમાં જરૂરી નિયંત્રણ અને છૂટછાટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

By

Published : Jun 5, 2021, 4:15 PM IST

Published : Jun 5, 2021, 4:15 PM IST

Gujarat News
Gujarat News

  • પોરબંદરમાં તા. 11 જૂન સુધી રાત્રી કરફ્યૂ સાથે જરૂરી નિયંત્રણ અને છૂટછાટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
  • જનહિતલક્ષી જરૂરી નિયંત્રણો છૂટછાટો સાથે રાત્રી કરફ્યૂ લંબાવાયો
  • જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પોરબંદર : રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણની અસરને ધ્યાને લઇને ગૃહ વિભાગના હુકમથી રાજ્ય સરકાર દ્વારા તારીખ 11 જૂન સુધી જનહિતલક્ષી જરૂરી નિયંત્રણો છૂટછાટો સાથે રાત્રી કરફ્યૂ લંબાવાયો છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્મા દ્વારા શહેર તથા જિલ્લા માટે જરૂરી છૂટછાટ નિયંત્રણો સાથે રાત્રી કરફ્યૂ લંબાવવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ પણ વાંચો : રાજ્યના નિયંત્રીત શહેરોની સુચીમાં મોડાસાનો સમાવેશ, પોલીસે રાત્રી કરફ્યૂની અમલવારી કરાવી

રેસ્ટોરન્ટ સવારના 9થી રાત્રિના 9 સુધી ટેકઅવે તથા રાત્રીના 10 સુધી હોમ ડિલીવરી ચાલુ રહેશે

જાહેરનામા મુજબ પોરબંદર શહેરમાં તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, બ્યુટી પાર્લર સહિત અન્ય વ્યાપારિક ગતિવિધિ તારીખ 3 જૂનથી તારીખ 11 જૂન સુધી સવારના 9થી સાંજના 6 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે રેસ્ટોરન્ટ સવારના 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ટેકઅવે તથા રાત્રીના 10 સુધી હોમ ડિલીવરી ચાલુ રાખી શકાશે. જિલ્લામાં લગ્ન માટે મહત્તમ 50 લોકોને છૂટછાટ રહેશે. ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો બંધ રહેશે.

આ પણ વાંચો :રાત્રી કરફ્યૂ દરમિયાન જામનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ

અંતિમવિધિ માટે 20 લોકોની મર્યાદા રહેશે

આ સમયગાળા દરમિયાન કોવિડ-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલા સેવા ચાલુ રહેશે. નોકરીના સ્થળોએ 50 ટકાની મર્યાદામાં કર્મચારીઓ રાખી શકાશે. અંતિમવિધિ માટે 20 લોકોની મર્યાદા રહેશે. જિલ્લામાં દરેક વ્યક્તિએ ફેસ માસ્ક તથા સામાજિક અંતર રાખવું ફરજિયાત છે. સરકારની ગાઇડલાઈન અને જાહેરનામાનું પાલન કરવું ફરજિયાત છે.

ABOUT THE AUTHOR

...view details