ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની એક માત્ર અંગ્રેજી માધ્યમની સરકારી શાળા એમ.કે.ગાંધીનું સાંસદ રમેશ ધડૂકના હસ્તે લોકાર્પણ - એમ.કે ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ

પોરબંદર જિલ્લાની એક માત્ર સરકારી અંગ્રેજી મીડિયમ શાળાનું રુપિયા 1.70 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેના નવનિર્મિત ઓરડાઓનું સાંસદ રમેશ ધડૂકના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Porbandar News
Porbandar News

By

Published : Oct 18, 2020, 10:59 AM IST

  • પોરબંદરમાં એક માત્ર સરકારી અંગ્રેજી મીડિયમ શાળા
  • એમ. કે ગાંધી શાળાનું સાંસદ રમેશ ધડૂકના હસ્તે લોકાર્પણ
  • વર્ષ 1964થી સ્થપાયેલી શાળાનું આધુનિકીકરણ કરાયું
    પોરબંદરની એક માત્ર અંગ્રેજી માધ્યમની સરકારી શાળા એમ.કે.ગાંધીનું સાંસદ રમેશ ધડૂકના હસ્તે લોકાર્પણ

પોરબંદરઃ જિલ્લામાં કમલાબાગ પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી મીડિયમની શ્રી.એમ.કે.ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ પોરબંદરના સાંસદ રમેશ ધડૂકના હસ્તે થયું હતું.

પોરબંદરની શ્રી એમ.કે ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનુ લોકાર્પણ સાંસદ રમેશભાઇ ધડૂકના હસ્તે કરાયુ
શાળાનું બાંધકામ ક્યારે થયું હતું?

વર્ષ 1964થી સ્થપાયેલી શાળાનું આધુનિકીકરણ કરી 27 ઓરડાની શાળા રુપિયા 1 કરોડ 70 લાખના ખર્ચે બનાવવામાં આવી છે. શાળામાં 950થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તથા 25 લોકોનો સ્ટાફ છે.

પોરબંદરની શ્રી એમ.કે ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનુ લોકાર્પણ સાંસદ રમેશભાઇ ધડૂકના હસ્તે કરાયુ

સાંસદ રમેશ ધડૂકે શું કહ્યું?

લોકાર્પણ પ્રસંગે સાંસદ રમેશ ધડૂકે કહ્યુ કે, સરકારી શાળામાં મળતું શિક્ષણ ઉત્તમ હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજીની સાથે સાથે માતૃભાષાથી વિમૂખ ન થાય તેવી અપીલ પણ કરી હતી.

પોરબંદરની શ્રી એમ.કે ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનુ લોકાર્પણ સાંસદ રમેશભાઇ ધડૂકના હસ્તે કરાયુ

ધારાસભ્ય બાબુ બોખરીયાએ શું કહ્યું?

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યું કે, અંગ્રેજી વૈશ્વિક ભાષા છે. વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્વ ખૂબ જ છે, ત્યારે આપણા વિધાર્થીઓને માતૃભાષાની સાથે સાથે આ ગ્લોબલ ભાષાનું જ્ઞાન પણ વિનામૂલ્યે મળે તે માટે સરકાર કટિબધ્ધ છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, 27 ઓરડા, ભુગર્ભ ટાકાં, ટોઇલેટ સહિત અદ્યતન સુવિધા સાથે નિર્માણ પામેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણનું સિંચન કરશે.

પ્રમુખ નિલેષ મોરીએ શું કહ્યું?

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષ મોરીએ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ખાનગી શાળામાં શિક્ષણ માટે ફી ચૂકવણી પડતી હોય છે, ત્યારે અહીં વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે છે.

પોરબંદરની શ્રી એમ.કે ગાંધી પ્રાથમિક શાળાના નવનિર્મિત ઓરડાઓનુ લોકાર્પણ સાંસદ રમેશભાઇ ધડૂકના હસ્તે કરાયુ

કલેક્ટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ આ પ્રસંગે શિક્ષકોને શુભેચ્છા પાઠવી શાળામાં વિદ્યાર્થીઓ વધુને વધુ અંગ્રેજી બોલતા, લખતા થાય તેવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ આવડાભાઇ ઓડેદરા, આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્ય ધર્મા જોષી સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ડી.કણસાગરાએ તથા આભારવિધિ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મંજુ બાપોદરાએ તથા કાર્યક્રમનું સંચાલન નિરવ જોષીએ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details