ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના ધરમપુરમાં 8 હેકટર જમીનમાં સરકારી મેડિકલ કોલેજ નિર્માણ થશે - dharampur news

પોરબંદરઃ જિલ્લાના ધરમપુર ગામે 8 હેકટર જમીનમાં સરકારી મેડિકલ કોલેજ નિર્માણ કરવામાં આવશે. પ્રજાજનોના આરોગ્યની સવલતો વધારવા તેમજ ઘરઆંગણે તબીબી શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરવા માટે મેડિકલ કોલેજનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે.

new medical college dharampur
ધરમપુર ગામે 8 હેકટર જમીનમાં સરકારી મેડિકલ કોલેજ નિર્માણ પામશે

By

Published : Jan 3, 2020, 9:49 AM IST

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દેશના વિવિધ જિલ્લાઓમાં જ્યાં સરકારી મેડિકલ કોલેજો નથી, તેવા જિલ્લાઓમાં સરકારી મેડિકલ કોલેજો શરૂ કરવા દરખાસ્તો મંગાવવામાં આવી હતી. જેથી રાજ્ય સરકારે અન્ય જિલ્લાઓની સાથે પોરબંદરની દરખાસ્ત મોકલી હતી. જે અંતર્ગત ધરમપુર ખાતે 8 એકર જમીનમાં સરકારી મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે. ધરમપુર ખાતે મેડિકલ કોલેજ બન્યા બાદ પોરબંદર જિલ્લામાં આરોગ્યની સુવિધામાં વધારો થશે. ઘર આંગણે તબીબી શિક્ષણ સુવિધા ઉપલબ્ધ થવાથી જિલ્લાના તબીબી છાત્રોને અભ્યાસ અર્થે બાહરગામ જવું નહીં પડે.

ફાઈલ વિઝ્યુલ

નવી સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવાની પુરસ્કૃત યોજના ફેસ -3 અંતર્ગત સરકારી મેડિકલ કોલેજ નિર્માણ કરવાનું આયોજન છે. જે માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવા સરકારની કમિટીએ પોરબંદર જિલ્લાની જનરલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.

પોરબંદરના ધરમપુર ખાતે આઈ.ટી.આઈ અને જવાહર નવોદયના પાછળ નવા બાયપાસ રોડ પર નવી સરકારી મેડિકલ કોલેજના નિર્માણ માટે ગુજરાત સરકારે આ ટ્રેક્ટર જમીનની ફાળવણી કરી છે. નાગરિકોને ઘર આંગણે અધતન સારવાર અને સુવિધા ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં નવી મેડિકલ કોલેજના નિર્માણથી નાગરિકોની આરોગ્ય સવલતોમાં વધારો થશે. આ મેડિકલ કોલેજ બનવાથી આજુબાજુના વિસ્તારોનો પણ વિકાસ થશે.

ABOUT THE AUTHOR

...view details