પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ - Porbandar Korona Ank
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં રવિવારના રોજ કુલ 8 કેસ નોંધાયા હતા. જેથી પોરબંદર જિલ્લાના કુલ કેસની સંખ્યા 389 થઇ છે.
પોરબંદરઃ જિલ્લામાં આજરોજ તારીખ 23 ઓગસ્ટ 2020 ના રોજ વાડી પ્લોટ રાણાવાવ ખાતે રહેતા 64 વર્ષના પુરુષને તથા ગોપાલ પરામાં રહેતા 35 વર્ષના પુરુષને તથા ભાટિયા બજાર પોરબંદરમાં રહેતા 63 વર્ષના પુરુષને અને પોરબંદરના નાગરવાડામાં રહેતા 75 વર્ષની મહિલાને તથા વાડી વિસ્તાર રતનપરમાં રહેતા 55 વર્ષના પુરુષને અને આર્ય કન્યા ગુરુકુળ પાસે રહેતા 97 વર્ષના પુરુષને તથા પોરબંદરના માંડવા ગામે આથમણી ફળીમાં રહેતા 58 વર્ષના પુરુષને અને ST રોડ પર રહેતાં 67 વર્ષના પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.