પોરબંદરઃ પોરબંદરમાં આજે શનિવારના રોજ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વણકરવાસ દેવડા કુતિયાણાના 51 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જુબેલી પોરબંદરમાં રહેતા 34 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત માંજા વિસ્તારમાં રહેતા 55 વર્ષના મહિલા અને 33 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રાજીવ નગર પોરબંદરમાં રહેતા 24 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરમાં કોવિડ-19ના વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા - porbandar latest news
પોરબંદરમાં આજે શનિવારના રોજ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વણકરવાસ દેવડા કુતિયાણાના 51 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જુબેલી પોરબંદરમાં રહેતા 34 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત માંજા વિસ્તારમાં રહેતા 55 વર્ષના મહિલા અને 33 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રાજીવ નગર પોરબંદરમાં રહેતા 24 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત રાજકોટમાં ટેસ્ટ કરાવેલા રિપોર્ટના આધારે પોરબંદરના 47 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સત્યનારાયણ મંદિર પાસે રહેતા 65 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુતારવાડા પોરબંદરમાં રહેતા 56 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ત્રણેય દર્દીઓએ રાજકોટમાં ટેસ્ટ કરાવેલો હતો અને રાજકોટમાં જ દાખલ કરવામાં આવ્યા છે.
આજના 8 સહિત પોરબંદરમાં પોરબંદર જિલ્લાના 203, અન્ય જિલ્લા અને રાજ્યના 246 મળી કુલ 249 કોરોના પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં 11 દર્દીઓના મોત કોરોનાના કારણે થયા છે. પોરબંદરમાં હાલ કોવિડ હોસ્પિટલ ખાતે 17 કોવિડ કેર સેન્ટર ખાતે 9 અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે 20 હોમ આઇસોલેશન ખાતે 17 મળી કુલ 63 દર્દીઓ કોરોના એક્ટિવ કેસ છે. પોરબંદર આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા 17 છે અને તેમની આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા 24 છે.
પોરબંદરમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવાના કેસોની સંખ્યામાં આજે 202 ઉમેરાતા અત્યાર સુધી કુલ 13,580 કેસ નોંધાયા છે. જેમાં આજે 1,01,000 રૂપિયાની વસૂલાત થતાં અત્યાર સુધી નિકુલ દંડ વસૂલાત 3,140,400 છે. પોરબંદરમાં હાલ 21 લોકો ડિસ્ટ્રિક્ટ કોરોન્ટાઇન છે અને કુલ 1371 લોકો હોમ કોરોન્ટાઈન છે. આજે આરોગ્ય વિભાગના ટુ ડોર સર્વેના ત્રીજા રાઉન્ડમાં 1043 લોકોનો સર્વે થયો છે અને એન્ટ્રી પોઇન્ટ ઉપર 3699 લોકોનું સ્ક્રિનિંગ થયું છે.