પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં કુલ 186 સેમ્પલ આજ રોજ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 23 કેસ પોઝિટિવ આવ્યા છે. પોરબંદરની લેબ ખાતે 33 સેમ્પલ ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 23 નેગેટિવ આવ્યા હતા અને 6 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 4ના રિપોર્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત જામનગર લેબ ખાતે 53 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 17 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ કુલ 17 જામનગરના અને 6 પોરબંદરના મળી 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમ ભાવસિંહજી હોસ્પિટલના અધિકારી ડોક્ટર ઠાકોરે જણાવ્યું છે.
પોરબંદરમાં કોરોના બેકાબૂ, 23 પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લા ભાજપ યુવા પ્રમુખ અને તેમની પત્ની પણ કોરોના પોઝિટિવ - gujarat covid-19 update
પોરબંદર જિલ્લામાં કુલ 186 સેમ્પલ આજ રોજ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 23 કેસ પોઝિટિવ આવ્યા છે. પોરબંદરની લેબ ખાતે 33 સેમ્પલ ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 23 નેગેટિવ આવ્યા હતા અને 6 પોઝિટિવ આવ્યા હતા.
પોરબંદરમાં 23 પોઝિટિવ કેસ આવતા હાહાકાર મચી ગયો છે અને તંત્ર દોડતું થઇ ગયું છે. કલેકટર દ્વારા મીટીંગ બોલાવવામાં આવી છે. તમામ પોઝિટિવ આવેલા દર્દીઓને માટે તાત્કાલિક સુવિધા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો લોકોને પણ બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બોખીરામાં રહેતા જિલ્લા ભાજપના યુવા પ્રમુખ અજય બાપોદરા અને તેમની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરમાં હવે કોરોના બેકાબૂ બન્યો છે. સંક્રમણની સંખ્યાઓ વધતી જાય છે, પોરબંદરમાં પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી પોરબંદરના અલગ અલગ વિસ્તારોના લોકોમાં svp road, નગીના મસ્જિદ, કેદારેશ્વર, છાયા મહેર સમાજ ભોદ સિમ શાળા, મેમણવાડા રેલવે, કોલોનીબોખીરા, તુમડા, ક્રિષ્ના પાર્ક, ઝવેરી બંગલો, માધવપુર સહિતના વિસ્તારોમાં દર્દીઓ પોઝિટિવ આવ્યા છે.