પોરબંદરઃ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા હિન્દી પખવાડિયા અને પોષણમાસ અંતર્ગત વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા સંયોજક દ્વારા આ વેબીનારમાં નિષ્ણાતો પણ જોડાયા હતા. આ નિષ્ણાતો દ્વારા હિન્દી ભાષાનું મહત્ત્વ અને દૈનિક જીવનમાં યોગ્ય પોષણયુક્ત આહાર અંગે ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદરના નહેરુ યુવા કેન્દ્ર ખાતે પોષણ માસ અંતર્ગત વેબીનાર યોજ્યો
પોરબંદર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પોષણ માસ અંતર્ગત વેબીનાર યોજાયો હતો, જેમાં હાજર નિષ્ણાતો દ્વારા હિન્દી ભાષાનું મહત્ત્વ અને દૈનિક જીવનમાં યોગ્ય પોષણયુક્ત આહાર અંગે ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોરબંદરના નહેરુ યુવા કેન્દ્રે પોષણ માસ અંતર્ગત વેબીનાર યોજ્યો
વેબીનારમાં હાજર તમામ લોકોએ હિન્દી ભાષા અને પોષણયુક્ત આહાર અંગે અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. આ વેબીનારમાં નહેરુ યુવા કેન્દ્ર રાજ્ય કાર્યાલયના ઉપ નિર્દેશક પવન અમરાવત, હિન્દીના અધ્યાપક મનોહર ગૌસ્વામી, પોરબંદર આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર અંજના જોશી સહિતના લોકો જોડાયા હતા.
Last Updated : Sep 28, 2020, 8:38 PM IST