ગુજરાત

gujarat

Cyclone Biparjoy: બીપરજોય વાવાઝોડાની આગાહીના પગલે એનડીઆરએફની ટીમના પોરબંદરમાં ધામા

By

Published : Jun 10, 2023, 10:35 PM IST

બીપરજોય વાવાઝોડાની આગાહીના પગલે એન.ડી.આર.એફની ટીમે પોરબંદરમાં ધામા નાખ્યા છે. વડોદરાથી 25 એન.ડી.આર.એફના જવાનો પોરબંદર પહોંચ્યા હતા. પોરબંદર જિલ્લાનું તંત્ર વાવાઝોડાની આફત સામે સજ્જ થઇ ગયું છે.

ndrf-team-camped-in-porbandar-following-biperjoy-cyclone-forecast
ndrf-team-camped-in-porbandar-following-biperjoy-cyclone-forecast

એનડીઆરએફની ટીમના પોરબંદરમાં ધામા

પોરબંદર:પોરબંદરમાં જોઈ વાવાઝોડાની શક્યતા વધી રહી છે. આજે પોરબંદરના દરિયામાં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા અને પવનની ગતિમાં પણ વધારો થયો છે. પોરબંદરમાં કોઈ જાનહાની ના થાય તે માટે એનડીઆરએફની ટીમ આજે સાંજે પહોંચી હતી.

એનડીઆરએફની ટીમ પોરબંદરમાં:એનડીઆરએફની ટીમ કુદરતી કે કૃત્રિમ આપદા સમય લોકોના બચાવ કાર્ય માટે હંમેશા તત્પર હોય છે. વાવાઝોડા સમયે કોઈ મોટી જાનહાની ન થાય તેની પગલા તંત્ર દ્વારા લેવાયા છે. જો કોઈ જાનહાની થાય તો એની સાથે ટીમ હંમેશા સતર્ક રહે છે અને બચાવ કાર્ય માટે તુરંત જ દોડી જાય છે. એનડીઆરએફની ટીમ આધુનિક સૂવિધાથી સજ્જ છે. પોરબંદરમાં પવનનો વેગ વધી ગયો છે. આ ઉપરાંત આગામી 11 તથા 12 જૂનના રોજ વધુ પવન અને વરસાદ પડે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મલ્ટી ફંકશનલ રેસ્ક્યુ વ્હીકલ:એક મહિના પહેલા પોરબંદર નગરપાલિકામાં એક નવા આધુનિક મલ્ટી ફંકશનલ રેસ્ક્યુ વ્હીકલનો સમાવેશ થયેલ છે. આગ, પુર અને વાવાઝોડું અત્યંત ઉપયોગી ગમે તે પ્રકારની ડિઝાસ્ટરની સ્થિતિમાં ફાયર વ્હીકલનો ઉપયોગ થઈ શકે છે. આ વ્હીકલમાં કોમ્બી ટુલ્સ લોખંડ કાપી શકતા કટર હાઇડ્રોલિક વગેરે આધુનિક સાધનો આવેલા છે. ઘર પડ્યું હોય, વાવાઝોડું હોય કે પુર જેવી સ્થિતિમાં રાહત કામ માટે આ અત્યંત ઉપયોગી રેસ્ક્યુ વ્હીકલ છે.

મલ્ટી ફંકશનલ રેસ્ક્યુ વ્હીકલનો ઉપયોગ:

  1. હોલમેટ્રો ડિયોપંપ - મકાન પડી ગયેલી ઘટના માં દટાયેલા માણસો ને બહાર કાઢવા માટે.
  2. વુડન કટર -જાહેર રસ્તા પર કાનો પર વૃક્ષો પડી જાય તો કાપીને દૂર કરવા માટે.
  3. લિફ્ટિંગ બેગ- કોઈ લિફ્ટ માં કે મકાનમાં માણસો ફસાયેલા હોય તો દરવાજા પહોળા કરી શકાય.
  4. સ્લેબ કટર- ધાબાનો સ્લેબ પડી ગયેલો હોય અને કોઈ વ્યક્તિનો રેસ્ક્યુ કરવાનું હોય સ્લેબ કટરથી ધાબાનું સ્લેબ કાપીને વ્યક્તિનું રેસ્ક્યુ કરી શકાય
  5. હોલ મેટ્રો ટેલિસ્કોપી રેમ- કોઈ વ્યક્તિ મકાનના સ્લેબ કે કોઈ ભારે વસ્તુ દબાયેલો હોય તો રેમ જેકથી દૂર કરી શકાય તે વ્યક્તિને બચાવી શકાય.

સીએમ ભુપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક:ગુજરાતના દરિયાકિનારે બીપોરજોય નામનું વાવાઝોડું તકરાવવાની આશંકા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ તકેદારીના ભાગ રૂપે તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોસ્ટલ કલેકટર સાથે બેઠકો કરીને સલામતી અને સુરક્ષા બાબતની રાજ્યના મુખ્યપ્રધાબ ભુપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 12 જૂની આસપાસ જોઇ વાવાઝોડું પાકિસ્તાન અને ઓમાન તરફ ફંટાઈ જશે.

  1. Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા ગીર સોમનાથ વહીવટી તંત્રનો એક્શન પ્લાન
  2. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની ભાવનગરમાં અસર, દરિયામાં 1થી દોઢ મીટર મોજા ઉછળી શકે છે

ABOUT THE AUTHOR

...view details