ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ નર્સ દિવસ નિમિતે પોરબંદરમાં નૌસેનાની ટીમે નર્સ સ્ટાફનું કર્યું સન્માન - પોરબંદર સમાચાર

આજે વિશ્વ નર્સ દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાના અધિકારીઓ દ્વારા પોરબંદરની સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની સેવાને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

World Nurses Day Porbandar
World Nurses Day Porbandar

By

Published : May 12, 2021, 10:46 PM IST

  • વિશ્વ નર્સ દિવસ નિમિતે પોરબંદરમાં નૌસેનાની ટીમે નર્સ સ્ટાફનું કર્યું સન્માન
  • પોતાના પરિવારની ચિંતા છોડી ફરજ બજાવતા નર્સ સ્ટાફની સરાહનીય કામગીરી
  • તમામને એક- એક કેરીના બોક્સ આપી સેવાની સરાહના કરી

પોરબંદર : આજે વિશ્વ નર્સ દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાના અધિકારીઓ દ્વારા પોરબંદરની સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની સેવાને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારની ચિંતા છોડી નર્સ તરીકે ફરજ બજાવનારા તમામ સ્ટાફની કામગીરીને નૌસેનાના અધિકારીઓએ બિરદાવી હતી અને નૌસેનાના અધિકારીઓ દ્વારા તમામને એક- એક કેરીના બોક્સ આપી સેવાની સરાહના કરી હતી.

આ પણ વાંચો : વિશ્વ નર્સિગ ડે પર જ જામનગરમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ

નૌસેનાના અધિકારીઓ તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા

પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં નવી ભરતીના કુલ 124નો સ્ટાફ છે. જેમાંથી 25 કોરોના પોઝિટિવ વૉર્ડમાં દર્દીઓની સેવા કરી રહી છે. જ્યારે 12 નર્સ હોમ આઇસોલેટેડ છે. અન્ય નર્સ પણ પોતાની ફરજ બજાવી રહી છે. તે બદલ પ્રોત્સાહિત કરવા નૌસેના દ્વારા વિશ્વ નર્સ દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાના અધિકારીઓ તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details