પોરબંદરમાં રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે: દેશભરના તરવૈયા ઓ સમુદ્ર સાથે બાથ ભીડશે - શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ
પોરબંદરઃ જિલ્લામા છેલ્લા 18 વર્ષથી પોરબંદરમાં શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કલબ દ્વારા આ બાબતે પોરબંદરના તાજવાલા હોલ ખાતે એક પ્રેસ કોંફરન્સનું આયોજન કરાયું હતું. આ વર્ષે તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન પોરબંદરના સમુદ્રમાં કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
![પોરબંદરમાં રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે: દેશભરના તરવૈયા ઓ સમુદ્ર સાથે બાથ ભીડશે National sea swimming competition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5632447-740-5632447-1578440809080.jpg)
રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે
શ્રી રામ સી સ્વીમીંગ કલબ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે યોજાનાર સમુદ્ર તરણ સ્પર્ધામાં સ્પર્ધકોની એન્ટ્રીની સંખ્યામાં પણ વધારો થયો છે. ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રથી 200 જેટલા સ્પર્ધકોએ એન્ટ્રી નોંધાવી છે. ત્યારે અલગ અલગ રાજ્યોમાંથી પેરા સ્વિમર પણ આ સ્પર્ધામાં ભાગ લેશે 1 કિ.મી 2 કિ.મી તથા 5 અને 10 કિ.મી તરણ સ્પર્ધામાં અલગ ઉંમરની કેટેગરી રાખવામાં આવી છે ત્યારે સ્પર્ધકોને RFID ચિપ લગાડવામાં આવશે જેનાથી સેન્સર દ્વારા સ્પર્ધકનો તરવાનો સમય નક્કી કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
પોરબંદરમાં રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે