પોરબંદરઃ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉજવણીના ભાગરૂપે પોરબંદરની મ્યુનિસિપલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. આ વિજ્ઞાન મેળામાં 6 થી 8 ધોરણના 42 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
પોરબંદરની મ્યુનિસિપલ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ - Porbandar news
પોરબંદરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉજવણીના ભાગરૂપે પોરબંદરની મ્યુનિસિપલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિવિધ વિજ્ઞાન અને ગણિતના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા અને વિજ્ઞાન અને ગણિત પ્રત્યેની અનોખી રૂચિ દાખવી હતી.
મ્યુનિસિપલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ
જેમાં વર્કિંગ મોડેલ ઓફ કેલિડોસ્કોપ વર્કિંગ મોડેલ ઓફ પિન હોલ કેમેરા, વર્કિંગ મોડેલ ઓફ પેરિસ્કોપ, વર્કિંગ મોડેલ ઓફ મેગ્નેટિક કંપાસ, વર્કિંગ મોડલ ઓફ મીની રોબોટ, વર્કિંગ મોડેલ ડિફરન્ટ, એરેન્જમેન્ટ ઓફ ઈલેક્ટ્રીક ઓફ સેલ એન્ડ એલીડી, વર્કિંગ મોડેલ ઓફ સેપરેટિંગ કોઈન સહિતના મોડેલ રજૂ કરાયા હતા. આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા એમ.ઈ.એમ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સમ્રગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો.