નેશનલ પેઇન્ટિંગ તથા સ્કલ્પચર કેમ્પ પોરબંદર:પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે સમગ્ર ભારતમાંથી 14 જેટલા અલગ અલગ રાજ્યમાંથી 20 જેટલા ચિત્રકારો તથા શિલ્પકારો સાત દિવસ સુધી કેમ્પમાં ભાગ લીધો હત. કેમ્પમાં પોતાની કલા ચિત્ર અને કલ્ચર સ્વરૂપે રજૂ કરી હતી. મહારાણા નટવરસિંહજી આઠ ગેલેરી ખાતે યોજાયેલ આ અદભુત સર્જન નિહાળવા અનેક લોકો ઉમટી પડ્યા હતા.
બે દિવસ લોકો નિહાળી શકશે કૃતિઓ બે દિવસ લોકો નિહાળી શકશે કૃતિઓ:આ કેમ્પના સમાપન સમારોહમાં લલિતકલા એકેડમીના વાઇસ ચેરમેન નંદલાલ ઠાકોર તથા લલિત કલા અકાદમીના દિલ્હીના એજ્યુકેટીવ બોર્ડ મેમ્બર નિરૂપમા ટાંક તથા કોકો-ઓર્ડીનેટર બલરાજ પાડલીયા ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોની કૃતિઓને તારીખ 28થી 30 મે સુધી લોકો સવારે 10થી 12 અને સાંજે 6 થી 9 મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
'લલિત કલા અકાદમીમાં મારું સિલેક્શન થયું હતું અને પોરબંદરમાં યોજાયેલ કેમ્પમાં મને સામેલ કર્યા હતા. અમે પોરબંદરની જીઆઇડીસીમાંથી વેસ્ટ મટીરીયલ લઇને આર્ટ વર્ક બનાવ્યું છે જેમાં પેટ્રોલની ટાંકી વાઇસર સહિતના અલગ અલગ ભંગારમાંથી કુંજ પક્ષી બનાવ્યા છે. સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાંથી આ સ્કલ્પચર આર્ટ શીખ્યું છે.' -રણજિત અસર સા, કલાકાર
જુના બેરિંગ અને ભંગારનો વેસ્ટ મટીરીયલમાંથી કૂતરાનું સ્કલ્પચર વેસ્ટમાંથી બેસ્ટ સકલ્પચર: મધ્યપ્રદેશના ઉજ્જવલ ઓઝાએ જણાવ્યું હતું કે ફાઈન આર્ટમાં તેઓ માસ્ટર કરી રહ્યા છે અને અહીં પોરબંદરમાં કુતરાઓ ઘણા છે અને ફ્રેન્ડલી છે આથી મને કૂતરાનું એક સ્કલ્પચર બનાવવાની ઈચ્છા થઈ અને જુના બેરિંગ અને ભંગારનો વેસ્ટ મટીરીયલ તરીકે ઉપયોગ કરી વેલ્ડીંગ કરી વેસ્ટમાંથી બેસ્ટ સ્કલ્પચર બનાવ્યું છે. પોરબંદરમાં કેમ્પમાં આયોજકોનો આભાર માન્યો હતો.
- Vadodara News: MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન
- Thanjavur Art: 1777માં શરૂ થયેલી તંજાવુર કલામાં હવે સોમનાથ અને દ્વારકાનો સમાવેશ
- STSangamam: તંજૂર આર્ટનું સોમનાથમાં પ્રદર્શન, આ કલા મહિલાઓને કરે છે આર્થિક રીતે સક્ષમ