પોરબંદરઃ જિલ્લામાં આવેલા બળેજ ગામમાં બુધવારે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. પોરબંદરના બળેજ ગામે વેજા રામા પરમાર નામના શખ્સની બે અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી.
પોરબંદરના ઘેડ પંથકમાં આવેલા બળેજ ગામે હત્યાનો બનાવ - Murder incident at Badej village
પોરબંદરના ઘેડ પંથકમાં આવેલા બળેજ ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે. બળેજ ગામે રહેતા વેજા રામા પરમારની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હોવાનું સામે આવી છે. પોલીસે 2 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘેડ પંથકમાં આવેલ બળેજ ગામે હત્યાનો બનાવ
મૃતક વેજા પરમાર પોતે દોઢ વર્ષ પહેલાં કરેલા ખૂનના ગુનામાં કારવાસ ભોગવી રહ્યા હતા. હાલ તે પેરોલ પર છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. વેજાએ કરેલી હત્યાના પરિવારના લોકોના ઘરે ગયો હતો.
આ સમય દરમિયાન બરેજ ગામની પટેલ શેરીમાં બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બન્ને શખ્સોને માધવપુર પોલીસે પકડી લેવા માટે તજવીજ હાથ ધરી છે.