ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં એક માસ પૂર્વે થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો - DETH CASE

પોરબંદરઃ શહેરમાં તારીખ 19 જૂને રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ વિથ મર્ડરનો ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જેમાં અમરગઢ ગામના રેલવે પાટાની બાજુમાં આવેલ મેરામણ કોડીયાતરની વાડીના મકાનની ઓસરીમાં તેની જ હત્યા કરેલી અને તેના શરીર પરથી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. જેમાં પોરબંદર પોલીસે અલગ-અલગ ટીમ રચી મધ્યપ્રદેશના જાંબવા જિલ્લામાંથી ત્રણની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

pbr

By

Published : Jul 19, 2019, 5:04 PM IST

પોરબંદર રાણાવાવ પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 19 જૂને અમરદડ ગામ રેલવે પાટાની બાજુમાં આવેલ મેરામણ કોડીયાતરની વાડીના મકાનની ઓસરીમાં કોઈએ તેની હત્યા કરેલી અને તેના શરીર પરથી દાગીનાની લૂંટ કરેલી હતી. આ બાબતે મેરામણભાઇ કોડીયાતરના ભત્રીજા લાખાભાઈ કોડીયાતરે ફરિયાદ કરી હતી કે, કોઈ અજાણ્યા શખ્સોએ તેના કાકાની હત્યા કરી છે. તથા તેના કાનમાં પહેરેલા સોનાના ઠોરિયા તથા ભૂંગળી તથા છાપવાના વજન આશરે દોઢ તોલા કિંમતના 30 હજારની તથા રોકડ રકમની પણ લૂંટ કરવામાં આવી છે.

પોરબંદરમાં એક માસ પૂર્વે થયેલી વૃદ્ધની હત્યા નો ભેદ ઉકેલાયો
ફરિયાદના આધારે પોરબંદર પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અનુસાર પોરબંદર પોલીસની અલગ-અલગ ટીમ બનાવી હતી જેમાં ટેકનિકલ માહિતીના આધારે આરોપીઓ મધ્યપ્રદેશના આવવાનું જણાવ્યું હતું. આમ પોરબંદર પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના જાબવા ગામે જતા ત્યાં શખ્સો રહેતા હોવાનું જણાવ્યું હતું. સિવિલ ડ્રેસમાં ગુપ્ત રીતે પોલીસે ત્રણેય શખ્સો જવરિયા કશન હટીલા ,ચેનસિંહ ભાભોર અને રૂપ સિંહ ભુરજી મેડાને ઝડપી લીધા હતા તેઓ એ ગુન્હો કબૂલ કર્યો હતો અને દાગીના જાંબવા જિલ્લામાં સોની વેપારીને વહેંચી દીધા હોવાનું જણાવ્યુ હતું.આ કામગીરીમાં LCBના PI પી.ડી. દરજી PSI એચ.એન ચુડાસમા, ASI જગમાલભાઈ મેરખી, હેડ કોન્સ્ટેબલ અમિત, સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

ABOUT THE AUTHOR

...view details