પોરબંદરઃ જિલ્લાના ફટાણા ગામે તારીખ 28 મેના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જલેશ્વર સીમમાં જમીન વેચાણ બાબતે મનદુઃખ થતા ત્રણ શખ્સોએ મળી એક યુવાનની હત્યા કરી હતી. જેમાં ફટાણા ગામે રહેતા રાજુ ઉર્ફે રાજાભાઈ રામ ભાઈ ઓડેદરાની ત્રણ શખ્સોએ કુહાડી અને છરી તથા ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેમાં માલદે લુણા ઓડેદરા તથા તેના બે પુત્રોએ હત્યા નિપજાવી હોવાનું મૃતકના પરિવાર જનોએ જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં.
પોરબંદરના ફટાણા ગામે થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા - Porbandar May 28 murder
પોરબંદરના ફટાણા ગામે 28મેના રોજ ગામની જલેશ્વર સીમમાં જમીન વેચાણ બાબતે મનદુઃખ થતા ત્રણ શખ્સોએ મળી એક યુવાનની હત્યા કરી હતી. આરોપીઓની ચોક્કસ બાતમીના આધારે પોરબંદર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યાં છે.
આ હત્યા બાબતમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં તારીખ 28 મે ના રોજ ફટાણા ગામની જલેશ્વર સીમમાં જમીન વેચાણ બાબતે મનદુઃખ રાખી મૃતક રાજા રામ ઓડેદરાને આરોપી માલદે લુણાભાઈ ઓડેદરા તથા બાલુ માલદે ઓડેદરા અને ખીમાં માલદે ઓડેદરા (રહે હાજાણી ફળિયું ફટાણા)એ તીક્ષ્ણ હથિયારથી માર મારી હત્યા નિપજાવી નાસી ગયા હતા.
ફરાર થયેલાને શોધવા પોરબંદરના SP રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવાઈ હતી અને ત્રણેય આરોપીઓને ચોક્કસ બાતમીના આધારે ફટાણા ગામે રામાપીર દ્વાર પાસેથી ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓનો ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.