- પોરબંદરમાં મિત્રની હત્યા કરનારો આરોપી પોલીસની પકડમાં
- જમવાના બિલ બાબતે બોલાચાલી કરી મિત્રની કરી હતી હત્યા
- બાતમીના આધારે પોલીસે આરોપીને કરી ધરપકડ
પોરબંદરઃ શહેર નજીકના કોલીખડા ગામે 15 જૂનના રોજ રાત્રિના સમયે કોલીખડામાં રહેતો દાસા પરબત મારુ તેના જ મિત્ર સાથે કોલીખડા ગામે આવેલી હોટલમાં જમવા ગયા હતા. હોટલમાં જમ્યા બાદ બિલ આપવા બાબતે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ નજીકના એક મંદિરમાં પટાંગણમાં દાસા પરબત મારુ તેના મિત્રો સાથે સૂતો હતો તે દરમિયાન તેનો જ મિત્ર કરસન ભીમા કોડીયાતર હાથમાં કુહાડી લઈને આવ્યો હતો. દાસા મારુંના માથામાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
બાતમીના આધારે આરોપી ઝડપાયો
કરસનને હત્યા કરતા રોકવા જતા અન્ય મિત્રો પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી નાસી છૂટયો હતો. કરસન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નાંધવામાં આવતા પોલીસે તેને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ત્યારે 19 જૂન શનિવારના રોજ અડવાણા ગામથી આગળ આવેલા ત્રણ પાટિયા પાસે હત્યારો કરસન વાહનની રાહ જોઈને ઉભો હોવાનું પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને કોરોના રિપોર્ટ કરાવવા માટે લઈ જવામાં આવ્યો છે.