પોરબંદર:તાજેતરમાં પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી તારીખ 22/ 2/ 2023 ના રોજ પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં બાંધકામની પરવાનગીની અધિકૃતતા માત્ર ચીફ ઓફિસરની પરવાનગીથી જ મળશે. આ બાબતે એક પરિપત્ર બેંક મેનેજર તથા પીજીવીસીએલ અને સબ રજીસ્ટર કચેરીને પણ પાઠવ્યો હતો. જેને લઇને પોરબંદરના બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો છે.
તઘલખી નિર્ણયના લીધે બિલ્ડરો અને જનતા પરેશાન: પોરબંદરના બિલ્ડરો ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને અંગે રજૂઆત કરવા ગયા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર નગરપાલિકાએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે સરકારને રજૂઆત કરશે તેવી બાંહેધરી આપી હતી. પોરબંદરના બિલ્ડરોમાં રોષ જોવા મળ્યો છે.
શું છે સમગ્ર મામલો?:પોરબંદરમાં ઘણા સમયથી બાંધકામ પરવાનગી ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા આપવામાં આવે છે. કાયદેસરની પદ્ધતિ મુજબ બાંધકામ પ્રિન્ટ તથા પ્લાન્ટ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરી ધોરણ ત્રણની ફી ચૂકવી બિલ્ડરોએ ફોર્મ ડી એટલે કે બાંધકામ પરવાનગી કામ પૂર્ણ થયેલ બાંધકામ વપરાશનો દાખલો આપવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી અને ચેરમેન કમિટી દ્વારા કરવામાં આવે છે અને તેના લગતા કામકાજ થાય છે. પોરબંદરની ભૌગોલિક રચના જ એવી જટિલ છે કે જ્યાં જીડીસીઆરના નિયમનું ચોક્કસ પાલન કરવું શક્ય નથી તેમ બિલ્ડરોએ જણાવ્યું હતું.
પાલિકા પ્રમુખને પણ કરી રજુઆત:પોરબંદરના બિલ્ડરોએ ચીફ ઓફિસરે બહાર પાડેલ પરિપત્ર અંગે નગરપાલિકાના પ્રમુખ સરજુ કરી અને પણ રજૂઆત કરી હતી. આ પ્રકારના નિયમથી પોરબંદરની જનતા ને મંદી તથા બેકારી તરફ દોરી જશે અને જે લોકોએ હાલ બાંધકામ પરવાનગી મેળવી લીધેલ છે અને તે બાંધકામ પરવાનગી મુજબ બાંધકામ ચાલુ કરી દીધું છે. તેઓએ મોટા પાસે નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે.