- કોરોના મહામારીમાં પોઝિટિવ દર્દીઓ માટે રેમડેસીવર ઇન્જેક્શન જરૂરી
- પોરબંદર,જૂનાગઢ અને રાજકોટમાં આ ઇન્જેક્શનની વધુ જરૂરરિયાત
- સમયસર ઇન્જેક્શન ન મળતા અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે
રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ત્રણ જિલ્લામાં વધુ ફાળવવા સાંસદ રમેશ ધડુકે કરી મુખ્યપ્રધાનને રજૂઆત - રમેશ ધડુક
કોરોના મહામારીમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વાઇરસ મહામારી વિરુદ્ધ લડવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન રેમડેસીવીરનો જથો ઓછો મળતો હોય તેવું ધ્યાને આવતા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે રાજ્ય સરકારને આ ત્રણેય જિલ્લામાં રેમડેસીવીરનો જથ્થો વધુ માત્રામાં આપવા રજૂઆત કરી છે .
રમેશ ધડુક
પોરબંદરઃ કોરોના મહામારીમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વાઇરસ મહામારી વિરુદ્ધ લડવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શન રેમડેસીવીરનો જથો ઓછો મળતો હોય તેવું ધ્યાને આવતા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે રાજ્ય સરકારને આ ત્રણેય જિલ્લામાં રેમડેસીવીરનો જથ્થો વધુ માત્રામાં આપવા રજૂઆત કરી છે .