- માછીમારોના વિવિધ પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુક આવ્યા મેદાને
- માછીમારોને કેરોસીનમાં સબસિડી આપવામાં આવે તેવી રજૂઆત
- ઓબીએમ મશીન ખરીદવામાં પણ માછીમારોને મદદ મળે તેવી માગ
માછીમારોના અનેક પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુકે પેટ્રોલિયમ મંત્રાલયમાં કરી રજૂઆત - ડિઝલ
પોરબંદર જિલ્લામાં માછીમારી વ્યવસાય સાથે અનેક લોકો જોડાયેલા છે અને દેશને કરોડોનું હૂંડિયામણ માછીમારી વ્યવસાયમાંથી મળી રહ્યું છે ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે માછીમારોના વિવિધ પ્રશ્નો ને લઈ ને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. શું છે માછીમારોના પ્રશ્નો જુઓ....
માછીમારોના અનેક પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુકે પેટ્રોલિયમ મંત્રાલયમાં કરી રજૂઆત
પોરબંદરઃ દરિયો ખેડવા જતા માછીમારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની સમસ્યાઓ જોઈને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે તેમની સમસ્યા અંગે કેન્દ્રિય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, માછીમારોને કેરોસિનમાં સબસિડી અને ઓબીએમ મશીન ખરીદવામાં સહાયતા આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી માછીમારોને કોઈ લાભ નથી એટલે તેમની સમસ્યાઓનું જલદીથી નિવારણ લાવવામાં આવે.