- માધવપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતર કરવા રજૂઆત
- સાંસદ રમેશ ધડુકે મુખ્યપ્રધાન રૂપાણીને કરી રજૂઆત
- માધવપુર ગામની વસ્તી હાલ 25,000 જેટલી
પોરબંદરઃ જિલ્લામાં આવેલી માધવપુર ગ્રામ પંચાયતની 2011ની વસ્તી ગણતરી મુજબ આશરે 20,000ની વસ્તી હતી, ત્યારે હાલ માધવપુર ગામની વસ્તી 25 હજાર જેટલી છે તેવો અંદાજ છે. ત્યારે માધવપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતર કરવા સાંસદ રમેશ ધડુકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે.
માધવપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતર કરવા રજૂઆત આ પણ વાંચોઃ રમણીય માધવપુર બીચ પર શૌચાલય જેવી સુવિધાનો અભાવ
નગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવે તો ચોપાટીનો પણ વિકાસ હાથ ધરી શકાય
માધવપુર ગામને નગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવે તો ગામના સ્થાનિક લોકો તેમજ ગામના વિકાસને ખૂબ જ વેગ મળે તેમ છે. તેમજ સ્થાનિક વહીવટી સુવિધા વિકસાવવામાં પણ મદદ મળી શકે તેમ છે. આ ઉપરાંત માધવપુર ગામ દરિયા કિનારે આવેલું હોવાથી ત્યા રમણીય ચોપાટી પણ છે. માધવપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતર કરવામાં આવે તો ચોપાટીનો પણ વિકાસ હાથ ધરી શકાય તેમ છે. જેથી સાંસદ રમેશ ધડૂકે આ બાબતે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે.
માધવપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતર કરવા રજૂઆત