ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની મોટા ભાગની બેન્કના કાર્મચારી કોરોના પોઝિટિવ આવતાં ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો - પોરબંદરમાં કોરોનાના એક્ટિવ કેસ

પોરબંદરમાં ધીમે ધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં મોટાભાગના બેન્ક કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આ કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેથી બેન્કના ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોને વધારે તકલીફો પડી રહી છે.

ETV BHARAT
પોરબંદરની મોટા ભાગની બેન્કના કાર્મચારી કોરોના પોઝિટિવ આવતાં ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો

By

Published : Aug 4, 2020, 5:05 PM IST

પોરબંદર: કોરોનાનો કહેરના કારણે મોટાભાગના લોકો આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે રૂપિયાની ખાસ જરૂર હોવાથી લોકોને બેન્કમાં ધક્કા ખાવા પડે છે અને લાંબી કતારોમાં ઊભવું પડે છે. જેના કારણે અનેક સિનિયર સિટીઝનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

લાઇનમા ઉભા રહેવાથી ઘણી વખત મોટી ઉંમરના લોકોને ચક્કર પણ આવે છે. જેથી લોકોએ બેન્કમાં નવા સ્ટાફની ભરતી કરવાની માગ કરી છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનના ઘરે જઈને જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરવા અંગે લોકોએ કહ્યું છે.

પોરબંદરની મોટા ભાગની બેન્કના કાર્મચારી કોરોના પોઝિટિવ આવતાં ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો

આ અંગે પોરબંદર પ્રાદેશિક કચેરીના અધિકારી સાથે ફોન પર વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગની બેન્કના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના સાથી કર્મચારીઓમે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેથી એમ.જી.રોડ સ્થિત SBI બેન્કને વાડી પ્લોટ ખાતે આવેલી બેન્ક સાથે મર્જ કરવામાં આવી છે. જેના કારણે આ સમસ્યા સર્જાય છે.

ABOUT THE AUTHOR

...view details