પોરબંદરઃ પોરબંદરમાં એક પછી એક ખનીજ ચોરીના કિસ્સા (Mineral Theft Case in Porbandar) સામે આવી રહ્યા છે, ત્યારે પોરબંદરના રાતડી ગામે દસ શખ્સોએ પોતાની માલિકીના અલગ અલગ સર્વે નંબરની જમીનમાં બિન અધિકૃત ખનન કરતા ખાણખનીજ વિભાગે દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરતા તમામ વિરુદ્ધ મિયાણી પોલીસ સ્ટેશનમાં (Miyani Police Station Theft Case) ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.
બે કરોડથી વધુનું કરાયું બિન અધિકૃત ખનન
પોરબંદરના રાતડી ગામે નાગાજણ મોઢવાડીયા, આશીષસિહ રાઠોડ, લખમણ રાણાવાયા(ભારવાડા), પરબત મોઢવાડીયા, આત્યાં મેરામણ ખૂટી, ભીમ મેરામણ ખૂટી, લીલા મેરામણ ખૂટી, વિજય રૂપારેલ, જસ્મીન રૂપારેલ, અતુંલ રૂપારેલ સહિતના આ તમામ શખ્સો વિરુદ્ધ ખનીજ વિભાગના (Porbandar Mines and Minerals Department) રોયલ્ટી ઇન્સ્પેકટર બીવી સાધુએ બિન અધિકૃત ખનનની ફરિયાદ મિયાણી પોલીસ મથકે નોંધાવી છે.