ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં માસ્ક ન પહેરનારા 5,500થી વધુ વ્યક્તિઓ દંડાયા - પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ

પોરબંદર જિલ્લામાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોમાં માસ્ક પહેરવા અંગે ગંભીરતા આવે તે માટે 5500 લોકો પાસેથી 12.23 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લામાં માસ્ક ન પહેરનાર 5500 થી વધુ વ્યક્તિઓને દંડ
પોરબંદર જિલ્લામાં માસ્ક ન પહેરનાર 5500 થી વધુ વ્યક્તિઓને દંડ

By

Published : Jul 15, 2020, 8:33 PM IST

પોરબંદર: સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને વારંવાર હાથ ધોવા, ઘરમાં રહેવું, બહાર નીકળતા માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું વગેરે અનેક સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં અમુક જગ્યાએ લોકો તકેદારી રાખતા નથી, પરિણામે કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

પોરબંદર જિલ્લામાં જાહેરમાં માસ્ક ન પહેરનાર 5500થી વધુ લોકો પાસેથી રૂપિયા 12.23 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પાછળ સરકારનો ઉદ્દેશ્ય કોરોના મહામારીના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવાનો છે. જેમાં લોકોનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. હાલમાં માસ્ક ન પહેરનાર પાસેથી પોરબંદર જિલ્લામાં રૂ. 200નો દંડ વસૂલવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details