- JCB અને રોલર ફેરવી દેશી, ઈંગ્લીશ અને અખાદ્ય ગોળના જથ્થાનો કરાયો નાશ
- નશાબંધી વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી તંત્રએ સાથે રહી દારૂના જથાનો કર્યો નાશ
- પોરબંદર જિલ્લાના 1632 કેસના મુદ્દામાલનો નાશ કરાયો
પોરબંદર: એક તરફ રાજ્યમાં દારૂબંધી છે, ત્યારે બીજી બાજુ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ અને ખરીદી થતાં હોવાની વાત સામે આવે છે. પોલીસ વિભાગ દ્વારા અનેકવાર દારૂ જપ્ત કરવામાં આવતો હોય છે. શુક્રવારે અંદાજિત છેલ્લા મહિનામાં પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો પોલીસ વિભાગ વહીવટી વિભાગ અને નશાબંધી વિભાગે સાથે રહી નાશ કર્યો હતો.
પોરબંદરમાં પોલીસ વિભાગે જપ્ત કરેલા 16 લાખથી વધુના દારૂના જથ્થાનો કરાયો નાશ આ પણ વાંચો: વલસાડમાં બરતરફ થયેલો પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો, પોલીસે 1 લાખથી વધુનો દારૂ ઝડપ્યો
1632 કેસમાં ઝડપાયેલા દારૂના જથાનો નાશ કરાયો
પોરબંદર જિલ્લામાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણામાંથી ઝડપાયેલા ઇંગ્લિશ દારૂ દેશી દારૂ તથા અખાદ્ય ગોળના કુલ 61 લાખ 27 હજાર 607 ની કિંમતનો જથ્થો શુક્રવારે પોરબંદરના ઇન્દિરા નગર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ પોરબંદર જિલ્લામાં થયેલા કુલ 1636 કેસમાં ઝડપાયેલા મુદ્દામાલનો વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને નશાબંધી વિભાગ દ્વારા JCB અને રોલર મશીન દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ગાંધીજીના ગામમાંથી આટલી માત્રામાં દારૂ જપ્ત થવોએ પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
પોરબંદરમાં પોલીસ વિભાગે જપ્ત કરેલા 16 લાખથી વધુના દારૂના જથ્થાનો કરાયો નાશ આ પણ વાંચો: મોમાઈમોરા નજીક કારમાંથી 1.12 લાખની કિંમતનો દારૂ ઝડપાયો