- પોરબંદર જિલ્લાના 100 થી વધુ એલોપેથી તબીબો હડતાળ પર
- આયુર્વેદિક તબીબોને 58 જેટલી સર્જરી કરવાની અનુમતિ અપાતા વિરોધ
- તબીબી શિક્ષણ પ્રણાલીને ખૂબ જ નુકસાન થવાની સંભાવના
- સવારે 6 થી સાંજે 6 સુધી ખાનગી તબીબો દ્વારા ઓપીડી બંધ રાખવાનો નિર્ણય
પોરબંદર : આયુર્વેદના તબીબોને સર્જરી કરવાની મંજૂરી આપવાના નિર્ણયના વિરોધમાં જિલ્લાના અંદાજે 100થી પણ વધુ એલોપેથીક સારવાર કરતાં ડોક્ટર્સ બંધ પાડીને આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
પોરબંદર જિલ્લાના 100 થી વધુ એલોપેથી તબીબો હડતાળ પર શા માટે હડતાળ પાડીને તબીબોએ કર્યો વિરોધ
સેન્ટ્રલ કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન દ્વારા તાજેતરમાં એક નોટીફિકેશન દ્વારા આયુર્વેદિક પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબોને ચોક્કસ પ્રકારની વિવિધ 58 જેટલી સર્જરી કરવાની અનુમતિ આપવામાં આવેલ છે. જેનો એલોપેથીક તબીબો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવેલ છે. કારણ કે, આ રીતે બે તદ્દન અલગ અલગ ચિકિત્સા પદ્ધતિનું ભેળસેળ કરવાથી દેશની આધુનિક અને ખુબ જ વિકસિત તબીબી શિક્ષણ પ્રણાલીને ખૂબ જ નુકસાન થવાની સંભાવના છે. તેમજ દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ શકે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, અને કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી.
ખાનગી તબીબો દ્વારા ઓપીડી બંધ રાખવાનો નિર્ણય
આ વિરોધમાં પોરબંદરના ખાનગી પ્રેક્ટિસ કરતા અંદાજે 100થી પણ વધુ એલોપેથીક ડોક્ટર ઓપીડી સારવાર આપશે નહીં. સવારે 6 થી સાંજે 6 સુધી ઓપીડી બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.