પોરબંદર: ગુરુવારે જિલ્લામાં કોરોનાના 583 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 13 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
પોરબંદરમાં વધુ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, 3ના મોત - Porbandar corona update
ગુરુવારે પોરબંદરમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો આંક 431એ પહોંચ્યો છે.

પોરબંદરમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : 3 ના મોત
આ ઉપરાંત ગુરુવારે સાત દર્દીઓ કોરોનાને માત આપતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. તો પોરબંદરમાં કોરોનાને કારણે ત્રણ દર્દીઓના મોત નીપજ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના આંક 31એ પહોચ્યો છે. જ્યારે જિલ્લામાં અત્યારે ફુલ 99 કોરોના પોઝિટિવ દર્દીઓ એક્ટિવ છે.