પોરબંદર: જિલ્લામાં અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 22 મોત થયા છે. જેમાં પોરબંદરના 14 અને પોરબંદરમાં અન્ય જિલ્લા અને રાજ્યના 8 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા હતા. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં 183 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે .
પોરબંદર જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 302 - Porbandar covid care center
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે, પોરબંદર જિલ્લામાં પણ દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં રવિવાર 16 ઓગસ્ટના રોજ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 302 પર પહોંચી છે.
પોરબંદર જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 302
પોરબંદરમાં કોરોનાના કુલ 97 સક્રિય કેસ છે. જેમાં પોરબંદર હોસ્પિટલમાં 34, કોવિડ સેન્ટર ખાતે 21 અને અન્ય જિલ્લા રાજ્યમાં 17 અને હોમ આઇસોલેશનમાં 23 અને પેન્ડિંગ 2 કેસ છે.
આ ઉપરાંત પોરબંદર જિલ્લાના 302 કેસમાં થઈ 4 કેસ ડુપ્લીકેટ છે. તેમ વહીવટી તંત્રએ જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું હતું. જોકે ડુપ્લીકેટ કેસ એટલે શું તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં આવેલા પોઝિટિવ દર્દીઓની સ્થળ અને ઉંમર કે ઓળખ આપવામાં આવી નથી.