ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ IT સેલના અમિત માલવીયાના "ઈમરાન ખાન મોટા ભાઈ"વાળા ટ્વીટ પર મોઢવાડીયાનો સણસણતો સવાલ - Prime Minister of Pakistan Imran Khan

ભાજપ આઈ.ટી સેલના પ્રભારી માલવીયા (Amit Malviya in charge of BJP's IT department)એ ટ્વીટમાં જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીમાં ચહિતા નવજોત સિદ્ધુએ પાકિસ્તાનના વડા પ્રધાનને મોટા ભાઈ ગણાવ્યા અને આગાઉ પણ તેઓ પાકિસ્તાનના  આર્મી વડા જનરલ બાજવાને ભેટી ચુક્યા છે. જેની સામે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપે પહેલા પોતાના અરીસામાં જોવાની જરૂર.

મોદીએ પાકિસ્તાનમાં બીરિયાની જમી ત્યારે ભાજપ ક્યાં હતું? :મોઢવાડીયા
મોદીએ પાકિસ્તાનમાં બીરિયાની જમી ત્યારે ભાજપ ક્યાં હતું? :મોઢવાડીયા

By

Published : Nov 20, 2021, 7:26 PM IST

  • ભાજપ આઈ.ટી સેલના અમિત માલવીયાના ટ્વીટ પર મોઢવાડીયાનો સણસણતો સવાલ
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સિદ્ધુએ મોટાભાઈ ગણાવતાં વિવાદ
  • મોદીએ પાકિસ્તાનમાં બીરિયાની જમી ત્યારે ભાજપ ક્યાં હતું? :મોઢવાડીયા

પોરબંદર:તાજેતરમાં નવજોત સિદ્ધુએ કરતારપુર કોરિડોર પર મુલાકાત લીધી હતી, ત્યારે નવજોત સિદ્ધુએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને મોટા ભાઈ ગણાવતા ભાજપ IT વિભાગના પ્રભારી માલવીયા (Amit Malviya in charge of BJP's IT department)એ ટ્વીટ કરી નવજોત સિંહ સિદ્ધુની ટીકા કરી હતી. જેના વળતા જવાબમાં કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડીયા (congress leader arjun modhvadiya)એ પણ સણસણતા સવાલો કર્યા હતા.

મોદીએ પાકિસ્તાનમાં બીરિયાની જમી ત્યારે ભાજપ ક્યાં હતું? :મોઢવાડીયા

ભાજપે પહેલા પોતાના અરીસામાં જોવાની જરૂર :મોઢવાડિયા

ભાજપ આઈ.ટી સેલના પ્રભારી માલવીયાએ ટ્વીટમાં જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીમાં ચહિતા નવજોત સિદ્ધુ (Navjot Singh Sidhu)એ પાકિસ્તાનના વડા પ્રધાન (Prime Minister of Pakistan Imran Khan)ને મોટા ભાઈ (Big Brother) ગણાવ્યા અને આગાઉ પણ તેઓ પાકિસ્તાનના આર્મી વડા જનરલ બાજવાને ભેટી ચુક્યા છે. જેની સામે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાજપે પહેલા પોતાના અરીસામાં જોવાની જરૂર.

નવાઝ શરીફ સાથે મોદીએ બીરિયાની ખાધી ત્યારે ભાજપ ક્યાં હતું

જ્યારે અડવાણી એ પાકિસ્તાનના સ્થાપક ઝીણાની મજાર પર ચાદર ચડાવી, ત્યારે તેને સેક્યુલર કહ્યા હતા. તો કોઇ પણ જાતના નિમંત્રણ વગર પાકિસ્તાનમાં વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મોદીએ બીરિયાની ખાધી હતી, ત્યારે ભાજપ ક્યાં હતું. ભાજપનું પાકિસ્તાન સામે વર્તન કેવું છે બધા જાણે છે. કાશ્મીરમાં જવાનો પર હુમલા થાય છે. ભાજપ શુ કરી રહ્યું છે?

ભાજપ સામાન્ય બાબતમાં રાજકારણ રમવાનું બંધ કરે: મોઢવાડીયા

અરબો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકિનારેથી પાકિસ્તાન દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, તેનો કોઈ જવાબ છે? વારંવાર ભારતીય જળસીમા પરથી અનેક માછીમારોના પાક મરિન દ્વારા અપહરણ કરવામાં આવે છે, તેનો જવાબ ભાજપ આપે! સિદ્ધુ એક ખેલાડી છે અને વિરોધી ટિમ સાથે સંબંધ હોઇ શકે આમ ભાજપ સામાન્ય બાબતમાં રાજકારણ રમવાનું બંધ કરે તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:કરતારપુર પહોંચેલા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા 'મોટા ભાઈ', અમિત માલવિયાનું ટ્વિટ

આ પણ વાંચો:અરવલ્લીમાં નવજોત સિધ્ધુએ કર્યા મોદી પર આકરા પ્રહારો

ABOUT THE AUTHOR

...view details