મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
દેશભરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જાય છે ત્યારે પોરબંદરમાં પણ કોરોનાની મહામારી ધીમેધીમે વકરી રહી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયામાં લગભગ 50 જેટલા કોરોના દર્દીઓ મળી આવતાં પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ ભયજનક સ્થિતિ નજીક જઈ રહ્યું છે. છતાં કોરોના સંક્રમણને રોકવા અને સારવાર બાબતે રાજ્ય સરકાર જરૂરી અને ફરી કાર્ય કરી શકતી નથી તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. આજે તેમણે પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા
પોરબંદરઃ આજે પોરબંદર શહેરમાં આવેલ ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ લીધી ત્યાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારને માત્ર પૈસાવાળાની જ ચિંતા છે. ભાવસિંહજી હોસ્પિટલમાં 14 મેડિકલ ઓફિસરોની જગ્યાએ માત્ર આઠ જ મેડિકલ ઓફિસરો છે. હાલ ફરજ પર રહેલા આઠ મેડિકલ ઓફિસરોમાંથી ત્રણ ડૉક્ટરને ઈમરજન્સી માટે 24 કલાકની ડ્યુટીમાં કાર્યરત રહેવું પડે છે.