- પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીનનું લોકાર્પણ કરાયું
- જિલ્લા પંચાયતના પ્રમુખ અને કલેક્ટર સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
- રાણાવાવ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની લેબમાં મશીનનું લોકાર્પણ કરાયું
- મશીન ટેકનોલોજી દ્વારા ટીબીના ઝડપી નિદાન માટેના ફાયદા જણાવાયા
પોરબંદરના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીનનું લોકાર્પણ કરાયું - જિલ્લા પંચાયત પ્રમુખ
પોરબંદરના રાણાવાવ ખાતે ટીબી નિદાન માટે અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતા ટ્રૂનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પોરબંદરને ટીબીમુક્ત કરવા ટ્રૂનાટ મશીનનું લોકાર્પણ કરાયું
પોરબંદરઃ આ લોકાર્પણ વિધિના અઘ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર તેમ જ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા શુભકામના પાઠવી આ સુવિધાથી દર્દીઓને ઝડપી નિદાનની સગવડતા મળશે તેમ જણાવ્યું હતું. આ સાથે આ મશીન ટેકનોલોજી દ્વારા ટીબીના ઝડપી નિદાન માટેના ફાયદા જણાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતેની લેબમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.