પોરબંદર પોલીસે જાવર વિસ્તારમાં થયેલી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો - latest news of gujarat
પોરબંદર: પોરબંદર જિલ્લાના જાવર વિસ્તારમાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોરબંદર પોલીસને સફળતા મળી છે. એલ.સી.બી. સ્ટાફની પેટ્રોલિંગની કામગીરી દરમિયાન બાતમીને આધારે મળેલ ચોકકસ હકીકતના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પોરબંદર જાવર વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોરબંદર પોલીસને સફળતા મળી છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિલની સુચના તેમજના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફની પેટ્રોલિંગની કામગીરી દરમિયાન આરોપીઓની ઉંડાણપુર્વક પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને આજથી એકાદ મહિના પહેલા જાવર ગામના અલગ અલગ જગ્યાએથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપી હતી. જેથી એક મહિનામાં થયેલ મોબાઇલ ફોન ચોરીઓના ભેદ ઉકેલાઇ ગયા છે. આ સમગ્ર કામગીરીમાં LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રામભાઇ ડાકી, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, મહેશભાઇ શિયાળ, સલીમભાઇ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.