- રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજૂઆત
- ગ્રામ્યપંથકના લોકોને વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે કરાઇ રજુઆત
- 7 વર્ષ કે તેથી વધુ સમયના રસ્તા રી કાર્પેટ કરવા કરાઈ રજુઆત
પોરબંદરઃકુતિયાણા વિધાનસભા વિસ્તારમાં આવેલા અનેક ગ્રામ્ય પંથકના 7 વર્ષ કે, તેથી વધુ સમયના રસ્તાઓ રી-કાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર પાઠવી રજુઆત કરી હતી.
કુતિયાણા મત વિસ્તારના રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજુઆત 8 ગામના રસ્તાઓ રિકાર્પેટ કરવા કરાઈ રજુઆત
કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં નગરજનો અને ખેડૂતોને વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે સાત વર્ષ કે તેથી વધુ સમયના રસ્તાઓમાં કુલ આઠ ગામના રસ્તા ઓ અંગે ધારાસભ્ય કાંધલ જાડેજાએ રજુઆત કરી છે.
- મહોબ્બત પરા એપ્રોચ રોડ જોઇનિંગ ટુ કુતિયાણા ખાગેશ્રી રોડ
- કુતિયાણા હમદપરા હેલાબેલી ખુનપુર વાયા ઉભીધાર
- કોટડા ટુ ઠોયાણા રોડ
- ખંભાળા એપ્રોચ રોડ
- વડાળા મેરવદર રોડ
- રાણાવડવાળા અણીયારીથી તુંબડ તોડ નેસ
- હનુમાનગઢથી ગાંડીવાળા નેસ રોડ
- દીપડીયાપરા, બીલેશ્વર રોડ રસ્તા રિકાર્પેટ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.