- જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે
- બહાર ગામથી કોરોના પોઝિટિવ દર્દીઓનો ધસારો પોરબંદર તરફ
- વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો અનેક લોકોને બચાવી શકાય
પોરબંદર: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, ત્યારે મોટાભાગના દર્દીઓ બીજા જિલ્લામાંથી આવતા હોવાનું જણાવા મળ્યું છે, અને ગામડાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાણાવાવ કુતિયાણા અને માધવપુરના આરોગ્ય કેન્દ્રમાં કોરોના સારવાર શરૂ કરવામાં આવે તેવી માંગ નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલને કરી છે.
આ પણ વાંચો :રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે