પોરબંદરઃ પોરબંદરના મિયાણી ગામ પાસે આવેલ ફૂલવાડી વિસ્તારમાં 10 જેટલી ખાણોમાં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ આકસ્મિક રેડ(Mining Department in Porbandar) પાડી હતી. આ રેડમાં નવ જેટલી ખાણોમાંથી અનઅધિકૃત ખનન કરતા અંદાજિત એક કરોડનો મુદ્દામાલ(Red of the Mining Department) જપ્ત કર્યો છે.
જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહિ આવે : કલેકટર
પોરબંદરના પ્રાંત અધિકારી કેવી બાટી, મામલતદાર બીએચ કુબાવત અને પીઆરઓ એસજે જાદવ તેમજ ટિમ દ્વારા પોરબંદરના મિયાણી ગામના ફૂલવાડી વિસ્તારમાં 10 જેટલા માઇનિંગ વિસ્તારમાં આકસ્મિક રેડ પાડી હતી. જેમાં નવ જેટલી ખાણોમાં અનઅધિકૃત ખનન થતું હોવાનું જણાતા અંદાજીત એક કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે આગળની કાર્યવાહી માટે ખાણખનિજ વિભાગને(Department of Mines Gujarat) સોંપવામાં આવી છે. જિલ્લા કલેકટર અશોક શર્માની સૂચના મુજબ જિલ્લામાં ક્યાંય પણ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં.