- ખનિજ વિભાગના માઇન સુપરવાઈઝર બળેજ ગામે તપાસમાં ગયા
- અધિકારીઓને ધાક ધમકી આપી ટીમને કાર્ય કરવા ન દીધું
- 44,894.35 મેટ્રિક ટન ખોદકામ થયું હતું
પોરબંદર :ખાણ ખનિજ વિભાગના માઇન સુપરવાઈઝર વિનય ડોડિયાએ તારીખ 05/06/2021ના રોજ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 4 જૂનના રોજ રાત્રિના બે વાગે બળેજ ગામે તપાસમાં ગયા હતા. તે દરમિયાન એક સ્થળે સરકારી જમીન પરથી બિલ્ડીંગનું ગેરકાયદેસર ખોદ કામ ચાલી રહ્યું હતું.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આર.આર.સેલની રેડ, કરોડોની ખનિજ ચોરી ઝડપાઈ
અજાણ્યા શખ્સોએ ખાણ ખનીજની ટીમને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી
ખનીજચોરી રોકવાનો પ્રયત્ન કરવા જતા સ્થળ પર રહેલા નાગા ભાઈ હરદાસભાઈ દાસા, લખમણભાઇ હરદાસભાઇ દાસા તથા અજાણ્યા શખ્સોએ ખાણ ખનીજની ટીમને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી હતી. તથા તેનો મોબાઇલ છીનવાની કોશિશ કરી હતી. ધાક ધમકી આપી ટીમને કોઈ કાર્ય કરવા ન દીધું હતું અને ટીમ પરત ફરી હતી.